ઉનાળામાં પીવાના પાણીને લઇ ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગ અને નર્મદા નિગમના અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા છે. બેઠકમાં રાજ્યમાં 62 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત રાખવાનો નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પીવાના પાણીની મુશ્કેલીઓ ન પડે તેની તકેદારી રાખવા માટે સરદાર સરોવર નર્મદા નિગમને જણાવાયું છે.
short by
કલ્પેશ કુમાર /
09:45 pm on
15 Apr