અમદાવાદ અને ગાંધીનગરમાં વાહન ચોરી કરતા શખ્સની ધરપકડ કરીને વાહનો પોલીસે કબ્જે કર્યા છે. પોલીસે જણાવ્યા મુજબ, 2023માં વાહન ચોરીના ગુનામાં જેલમાંથી છૂટ્યા બાદ તેણે ચોરી કરવાનુ બંધ કરી દીધું હતું, પરંતુ ફરાર આરોપી મિત્રના કહેવાથી તેણે ફરી ચોરી કરવાનું શરૂ કર્યું હતું. વધુમાં જણાવ્યું, આરોપીએ 6 મહિનામાં 32 વાહનોની ચોરી કરી હતી.
short by
દિપક વ્યાસ /
09:51 pm on
31 Oct