મહીસાગરના સંતરામપુરમાં કાદરી મસ્જિદ વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને જૂથ વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી, જે બાદ મામલો વણસ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિને કાબુમાં લીધી છે. હાલ પથ્થરમારો પ્રિપ્લાન્ડ હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
short by
અર્પિતા શાહ /
12:33 pm on
09 Oct