બાબા રામદેવ ગધેડીનું દૂધ પીતા અને દૂધ પીવાના ફાયદાઓ વિશે જણાવતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં યોગ ગુરુએ પણ તેની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, આ દૂધ સુપર ટોનિક છે અને સુપર કોસ્મેટિક છે જેથી, આ દૂધ સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ફાયદાકારક છે. તેણે વધુમાં કહ્યું કે, ક્લિયોપેટ્રા (ઇજિપ્તની રાણી) ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી.
short by
ક્ષીરપ ભુવા /
08:35 pm on
03 Dec