For the best experience use Mini app app on your smartphone
શહેરની યુનીકેર હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને લઈને એક દર્દીનું મોત નીપજ્યાનો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો છે.આ વિશે વિગતો આપતા આજે 12:30 વાગ્યાની આસપાસ દર્દીના પરિવારજને જણાવ્યું હતું કે, બાયપાસના ઓપરેશનમાં પણ ડોક્ટરોએ 12 કલાક જેટલો લાંબો સમય લીધો હતો. જેને લઈને તેઓએ ડોક્ટરોની બેદરકારીને લઈને દર્દીનું મોત નીપજ્યાનું જણાવ્યું હતું. અને જ્યાં સુધી હોસ્પિટલ અને ડોક્ટર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સંભાળવાનો ઇનકાર કર્યો હતો.
short by News Gujarati / 12:01 am on 07 Jul
For the best experience use inshorts app on your smartphone