હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 8 જુલાઈના રોજ વલસાડ અને નવસારીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 112 ટકા વધુ વરસાદ વરસ્યો છે.
short by
અર્પિતા શાહ /
09:01 am on
08 Jul