રાજ્યમાં છેલ્લા 10 કલાકની અંદર 63 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં લગભગ 9 ઇંચ વરસાદ પડ્યો છે. સાથે જ અમરેલીમાં ખાંભાના ગ્રામ્ય પંથકમાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીર જંગલના ઉપરવાસ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ ગામના રસ્તાઓ પર ફરી વળ્યા છે અને આશરે 200 પરિવારો સંપર્ક વિહોણા બન્યા છે.
short by
દિપક વ્યાસ /
08:30 pm on
31 Oct