રાજ્યના રેશનીંગ દુકાનદારોના હિતોનું રક્ષણ કરતી ગુજરાત સ્ટેટ ફેર પ્રાઈસ શોપ ઓનર્સ એસોસિએશને પુરવઠા વિભાગના નવા પરિપત્ર સામે વિરોધ નોંધાવ્યો. એસોસિએશનના પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદીએ ચેતવણી આપી કે, “જો આ પરિપત્ર પાછો નહીં ખેંચાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવું પડશે.” આ પરિપત્રમાં રેશન દુકાન પર માલનો પુરવઠો આવે ત્યારે સમિતિના 50% સભ્યોની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે.
short by
દિપક વ્યાસ /
09:38 pm on
08 Nov