રાજકોટ: પંચનાથ પ્લોટમાં એક જ ઘરમાંથી ૬૭ લાખથી વધુની ચોરીનો મામલો એ-ડિવિઝન પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ ચોરીમાં સંડોવાયેલા રાજસ્થાનના ત્રણ આરોપીઓ, ગોપાલ મીણા, જગદીશ મીણા અને મુકેશ મીણાની ધરપકડ કરી છે. આજે બોપરે એક વાગ્યેપોલીસ માહિતી આપતા જણવ્યું હતું કે આ ચોરીનો માસ્ટરમાઈન્ડ ગોપાલ મીણા છે, જે ફરિયાદીના ઘરે કામ કરતો હતો. તે ઘરની તમામ માહિતીથી વાકેફ હોવાથી તેણે ચોરીનો આ કારસો ઘડ્યો હતો અને તેને અંજામ આપ્યો હતો.
short by
News Gujarati /
10:00 am on
15 Sep