રાજકોટ રેલવે સ્ટેશન પર લિફ્ટ બંધ હોવાને કારણે દિવ્યાંગ મુસાફરો પગથિયાં ચડતા જોવા મળ્યા હતા, જેનો એક વીડિયો વાઇરલ થયો છે. હાસ્ય કલાકાર જય છનીયારાએ સોશ્યિલ મીડિયા આ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં લિફ્ટ સતત બંધ રહેતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વીડિયોમાં જયે રેલવે તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી યોગ્ય પગલાં લેવા માગ કરી હતી.
short by
Arpita Shah /
11:19 am on
21 Nov