For the best experience use Mini app app on your smartphone
રાજકોટ નજીક પડધરી પાસે ₹300 કરોડના ખર્ચે દેશના સૌથી મોટા સદભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ કરાઈ રહ્યું છે. વૃદ્ધાશ્રમમાં એકસાથે 5,100 વૃદ્ધો રહી શકે તે માટે 11 માળના કુલ 7 બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં 1,400 રૂમ સાથે મંદિર, કસરતના સાધનો, યોગા રૂમ, દવાખાનુ, કોમ્યુનિટી હોલ અને બગીચાની સુવિધા હશે. વૃદ્ધાશ્રમના લાભાર્થે રેસકોર્ષ મેદાનમાં 23મી નવેમ્બરથી મોરારી બાપુની કથા યોજાશે.
short by દિપક વ્યાસ / 09:13 am on 21 Nov
For the best experience use inshorts app on your smartphone