રાજકોટમાં ક્રિસ્ટલ મોલ ખાતે ગુજરાતી ફિલ્મ લાલોના પ્રમોશન દરમિયાન ભારે અફરાતફરી સર્જાતા દોડધામ મચી ગઈ. પ્રમોશન ઈવેન્ટ માટે મોટી સંખ્યામાં લોકો ખાસ કરીને બાળકો અને તેમના માતાપિતા હાજર હતા. આ સમયે ભીડ અચાનક વધી જતા સ્થિતિ બેકાબુ બની હતી. ઘટનામાં અનેક બાળકો નીચે પટકાયા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ભીડ અને ભાગદોડ જોઈ શકાય છે.
short by
અર્પિતા શાહ /
09:12 am on
03 Dec