છોટાઉદેપુરના બોડેલી તાલુકાના રાજવાસના ગામે હેરાન નદી પર ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ બનાવમાં આવશે. બોડેલી તાલુકાના ખેડૂતો લાંબા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હવે, ૧૦૦ કરોડના ખર્ચે, હિરણ નદી પર ગુજરાતનો પ્રથમ રબર ડેમ બનવા જઈ રહ્યો છે. આ ડેમ બોડેલીના ૬૦ ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડશે. આ નવીન ટેકનોલોજીથી વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવશે અને વિસ્તાર ગ્રીન ઝોન બનશે.
short by
News Gujarati /
04:00 pm on
26 Mar