For the best experience use Mini app app on your smartphone
રાજકોટના ખોખડદડ પાસે આવેલા ચેક ડેમમાં ડૂબી જતા 17 વર્ષીય આર્યન ભરતભાઈ રાઠોડ અને નયન અજયભાઈ વેગડાના મોત નિપજ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, બંને મિત્રો હેર કટીંગની દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ચેક ડેમમાં ન્હાવા ગયા હતા દરમિયાન આ ઘટના સર્જાઈ છે. ફાયર વિભાગના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
short by Arpita shah / 10:17 am on 25 Apr
For the best experience use inshorts app on your smartphone