વડોદરાની IOCL ગુજરાત રિફાઇનરીમાં ફરી એકવાર ધડાકા સાથે ભીષણ આગ લાગતા દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા છે, જોકે સ્થાનિક ફાયરની ટીમોએ આગને કાબૂમાં લીધી છે. વડોદરા ગ્રામ્ય SDMએ કહ્યું, “કેબલમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે, અમે તપાસ કરીશું.” નોંધનીય છે, IOCL ગુજરાત રિફાઇનરીમાં ગત 11 નવેમ્બરે પણ આગ લાગી હતી, જેમાં 2 કામદારોના મોત થયા હતા.
short by
કલ્પેશ કુમાર /
06:59 pm on
21 Dec