વડોદરામાં ગોત્રી હરિનગર બ્રિજ પાસે દારૂના નશામાં કાર ચાલકે 3 વાહનચાલકોને અડફેટે લેતા એક યુવતી, એક યુવક અને રિક્ષાચાલકને ઈજા પહોંચી છે. લોકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને માર માર્યો હતો અને તેને પોલીસને સોંપી દીધો હતો. કારમાંથી બિયરની બોટલો મળી આવી છે. પોલીસે કાર ચાલક અને અન્ય યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
short by
ગૌતમ રાઠોડ /
09:25 am on
30 May