વડોદરાના રણોલી વિસ્તારમાં રહેતી નેન્સી ભાવેશ વાદી નામની પરિણીતાના મોત બાદ હોસ્પિટલ પરિસરમાં સાસરી અને પિયર પક્ષ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતા પોલીસ દોડતી થઇ હતી. બુધવારે રાત્રે અચાનક નેન્સીની તબિયત ખરાબ થતા તેણીને સયાજી હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં ડોક્ટરોએ નેન્સીને મૃત જાહેર કરી હતી. નેન્સીના પરિવારે સાસરી પર હત્યાના આક્ષેપ કરી તપાસની માગ કરી છે.
short by
અર્પિતા શાહ /
11:58 am on
04 Dec