પોતાની ધરપકડ અટકાવવા પીઆઈને વોટ્સએપ પર ધમકી આપી કહ્યું 'તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે', વડતાલ પોલીસે આ ઈસમ સામે કાર્યવાહી હાથ ધરી.સમગ્ર રાજ્યમાં એક બાજુ અસમાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી તેના ગેરકાયદે બાંધકામો પર તવાઈ બોલાવી રહી છે. હજી પણ અસામાજિક અને માથાભારે ઈસમોની શાન ઠેકાણે આવતી નથી. તેનો દાખલો ખેડા જિલ્લામાંથી ઉજાગર થયો છે. જેમાં વડતાલના માથભારે ઈસમે પોતાની ધરપકડ અટકાવવા પીઆઈને વોટ્સએપ પર ધમકી આપી.
short by
News Gujarati /
02:00 am on
26 Mar