For the best experience use Mini app app on your smartphone
વડોદરા મહાનગરપાલિકાના વ્હિકલ પુલમાં ઢોર પાર્ટીના વાહનોમાંથી ડીઝલ ચોરી કરનાર કર્મચારી ચિરાગ જેઠવાને સસ્પેન્ડ કરાયો છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર બાલાજી સિક્યોરિટીને ₹50 હજારનો દંડ ફટકારાયો છે. વ્હિકલ પુલના મેનેજર જગદીશ ભાભોરે જણાવ્યું કે, “ડીઝલ ચોરીના વાઈરલ થયેલા વીડિયોના આધારે કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારી સામે કાર્યવાહી કરાઈ છે.” તેમણે વધુમાં કહ્યું, પોલીસ ફરિયાદ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે.
short by Dipak Vyas / 03:16 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone