વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની હંસા મહેતા લાઈબ્રેરીમાં ₹4 કરોડના ખર્ચે તૈયાર એસી પ્લાન્ટ ચાલુ ના થતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે. વિદ્યાર્થી આગેવાન નિખીલ સોંલકીએ કહ્યું કે, "ગરમીના સમયમાં એસી ચાલુ નથી જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે." લાઈબ્રેરીયને કહ્યું, "મને રજીસ્ટ્રારે કશું પણ બોલવાની ના પાડી છે." 2019માં એસી પ્લાન્ટનો કોન્ટ્રાકટ પત્યા બાદ 2022માં કોન્ટ્રેક્ટની દરખાસ્ત રદ્દ થઇ હતી.
short by
Arpita shah /
08:29 am on
25 Apr