ગુજરાતમાં સરકાર દ્વારા તલાટીઓને રખડતા શ્વાન શોધવાનો પરિપત્ર જાહેર કરતા રાજ્ય તલાટી મંડળે તેનો વિરોધ કર્યો છે. તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદીએ કહ્યું કે, "તલાટીઓને સોંપવામાં આવેલી શ્વાન પકડવાની કામગીરી ખૂબ જ હાસ્યાસ્પદ છે." તલાટી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું કે, "જ્યાં સુધી ગ્રામ વિકાસ કમિશ્નરનો પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી તલાટી કામગીરી નહીં કરે."
short by
ગૌતમ રાઠોડ /
08:08 pm on
04 Dec