વડોદરા : શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી સવારે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવને પગલે પોલીસ,ક્રાઈમ બ્રાન્ચ તેમજ એફએસએલની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવતી જીએસએફસી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું અને કોમ્પ્લેક્સના પાછળના દરવાજેથી પ્રવેશ કરી અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
short by
News Gujarati /
04:00 am on
31 Jul