For the best experience use Mini app app on your smartphone
શિનોર તાલુકાના માંડવા ગામમાં બાવા પ્યારે દરગાહ નજીક ખેતરમાં ઊભા કરેલા મોબાઈલ ટાવરની 6 બેટરીઓની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એસ્ટેટ મેનેજર ઉમેદસિંહ ગોહિલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, આ બેટરીઓની કિંમત ₹48 હજાર છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અગાઉ દિવેર ગામના 7 ખેતરોમાંથી રાત્રિ દરમિયાન કેબલોની ચોરી થયાની ઘટના સામે આવી હતી.
short by Dipak Vyas / 04:11 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone