ગોરખપુરના સાંસદ અને ભાજપ નેતા રવિ કિશનને બિહારના અજય કુમાર યાદવે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અહેવાલો અનુસાર, અજય કુમાર યાદવે સાંસદના અંગત સચિવ શિવમ દ્વિવેદીને ફોન કરીને અપશબ્દોનો ઉપયોગ કર્યો અને કહ્યું કે રવિ કિશન યાદવો વિશે ટિપ્પણી કરે છે, તેથી હું તેમને ગોળી મારી દઈશ. રવિ કિશનની સુરક્ષા વધારવા માટે રજૂઆત કરાઈ છે.
short by
દિપક વ્યાસ /
10:36 pm on
31 Oct