અહેવાલો અનુસાર, સરકાર મધ્યપ્રદેશમાં સ્થિત સૈફ અલી ખાનની ₹15,000 કરોડની પારિવારીક સંપત્તિ જપ્ત કરી શકે છે. 2024માં મધ્યપ્રદેશ હાઈકોર્ટે પટૌડી પરિવારની જમીનને 'શત્રુ સંપત્તિ' જાહેર કરવા સામે સૈફની અરજી ફગાવી હતી. પટૌડી પરિવારને આનો જવાબ આપવા માટે આપવામાં આવેલી સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. ભાગલા દરમિયાન ભોપાલના નવાબની દીકરીએ પાકિસ્તાનમાં વસવાનો નિર્ણય કરતાં તે સંપત્તિને 'શત્રુ સંપત્તિ' કહેવાય છે.
short by
દિપક વ્યાસ /
08:21 am on
22 Jan