સાબરકાંઠાના ઈડર તાલુકાના મોટાકોટડા ગામના બટાકાના પાકમાં નુકસાન જતા એક યુવાન ખેડૂતે ખેતરમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો. અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. ગત સિઝનમાં તેમને બટાકાના પાકમાં નુકસાન થતાં મૃતક 34 વર્ષીય અમરકુમાર ચૌધરી માનસિક રીતે ખૂબ વ્યથિત હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
short by
ગૌતમ રાઠોડ /
10:21 pm on
31 Jul