સુરતમાં લાલગેટ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ (MD) સાથે 21 વર્ષીય સરફરાઝ શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે સરફરાજ મુગલિસરા રોડ પર આલુપુરીની લારી ચલાવે છે. આ લારી સામાન્ય રીતે નાસ્તાના સ્ટોલ તરીકે જાણીતી હોવા છતાં તેની આડમાં સરફરાજ મેફેડ્રોનની નાના પાયે હેરાફેરી કરતો હતો. પોલીસે આરોપી પાસેથી 27,200ની કિંમતનું 2.72 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે.
short by
ગૌતમ રાઠોડ /
09:10 am on
23 Nov