સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામદોડ ગામમાં આવેલી પ્લાસ્ટિક રિસાયક્લિંગ જે.બી. ઇકોટેક્ષ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આગ કંપનીના વેસ્ટેજના ગોડાઉનમાં લાગી હતી, જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સુરત અને ભરૂચ જિલ્લાની ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ કપ કાબૂ મેળવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિનો અહેવાલ સામે આવ્યો નથી.
short by
ગૌતમ રાઠોડ /
10:13 pm on
04 Dec