સુરતમાં પલસાણામાં DJના તાલે નાચવા બાબતે મિત્રો વચ્ચે ઝઘડો થયા બાદ ત્રણ મિત્રોએ સાથી મિત્રની ચાકૂના ઘા મારીને હત્યા કરી છે. મૃતકની ઓળખ પરપ્રાંતિય રવિ દુબે તરીકે થઇ છે અને યુવાનની હત્યા કરી આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થયા છે. પોલીસે યુવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ શરૂ કરી છે.
short by
કલ્પેશ કુમાર /
06:02 pm on
12 Mar