સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગકારો સાથે બેઠક કર્યા બાદ સુરતના કલેક્ટરે આગેવાનો સાથે બેઠક યોજી રજૂઆતો સાંભળી છે. કલેક્ટર સૌરભ પારધીએ કહ્યું, ડાયમંડ વર્કરની સ્થિતિ અંગે સરકાર સંવેદનશીલ છે, તમામ માંગોને યોગ્ય ફોર્મમાં રજૂ કરાશે. ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખે કહ્યું, વર્કરોનું વેતન વધે, આર્થિક સહાય મળે અને રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થાય એ અમારી માંગો છે.
short by
કલ્પેશ કુમાર /
07:33 pm on
12 Mar