રાજ્ય સરકારે સત્ર દરમિયાન બુધવારે મુલાકાત લેવા ફરીથી કલાકારોને આમંત્રણ આપ્યું હતું પરંતુ વિક્રમ ઠાકોર હાજર રહ્યા નથી. આ અંગે કલાકાર હિતુ કનોડિયાએ જણાવ્યું કે, “સૌપ્રથમ વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તેઓ આવી શક્યા નથી.” નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં વિધાનસભા મુલાકાત માટે આમંત્રણ ના મળતા વિક્રમ ઠાકોરે વિરોધ નોંધાવ્યો હતો.
short by
દિપક વ્યાસ /
03:42 pm on
26 Mar