For the best experience use Mini app app on your smartphone
સાવલીમાં ગુરુવારે ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટન કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલા રાજપૂત સમાજના 5 આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ના કરાતા ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. દરમિયાન ભાજપના કાર્યાલયના ઉદ્દઘાટન કાર્યક્રમમાં યુવકો વિરોધ કરે તેવી જાણ થતા પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કાર્યવાહી કરી છે.
short by Arpita shah / 03:06 pm on 25 Apr
For the best experience use inshorts app on your smartphone